વેરાવળ ખાતે રેડક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનમાં બુધવારે ‘ઘર ઘર હરિયાળી’ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન સેવા ટ્રસ્ટ (ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ – ઇન્ડિયન રેયોન)ના ઉપક્રમે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જાહેર જનતા માટે ૫૦૦થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, જન સેવા ટ્રસ્ટના સી.એસ.આર. હેડ શ્રદ્ધા મહેતા, સિનિયર ઓફિસર અરુણકુમાર સિંઘ, અપૂર્વ ત્રિવેદી અને સ્ટાફ સભ્યો કાનજીભાઈ મોરી, ભગવાનભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા. કિરીટભાઈ ઉનડકટ, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, કમિટીના સભ્યો સંજય દાવડા, ગીરીશ વોરા, વિમલ ગજ્જર, તેમજ એડમિન સ્ટાફ સભ્યો હેમાંગીબેન વાઘેલા અને હેમાબેન રાયઠઠ્ઠાએ પણ આ કાર્યક્રમમાં જોડાઈને પર્યાવરણ સંવર્ધનના આ પ્રયાસને બિરદાવ્યો હતો.