વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ભારે ગેરરીતિ અને બેદરકારીનો મામલો સામે આવ્યો છે. તંત્રની ઘોર ઉદાસીનતાથી કંટાળીને વિદ્યાર્થિનીઓએ એબીવીપીના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે છાત્રાલયમાં અપાતા ભોજનની ગુણવત્તા ખૂબ જ હલકી કક્ષાની છે અને રસોડામાં સડેલા શાકભાજીનો ઉપયોગ થાય છે.