ગીર સોમનાથર જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકાના ડારી ગામે શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરતા નવા૫રા રોડ, ડારી ખાતેથી ઘઉં-૧૫૦૫ કિ.ગ્રા., ચોખા-૮૦૫ કિ.ગ્રા., બાજરો-૧૫ કિ.ગ્રા., વજન કાંટા-૩, છકડો રીક્ષા-૨ તથા છોટા હાથી વાહન-૧ એમ કુલ મળી રૂ.૩,૭૬,૭૧૦/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો