મધ્ય પ્રદેશના ગ્વાલિયરના કલેક્ટરે કોરોનાનું રસીકરણ પુરુ ન થવા પર ગુસ્સે થયા. કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે અધિકારીઓને ફાંસી પર લટકાવવાની ધમકી પણ આપી દીધી.
કલેક્ટરે કહ્યું કે મને કોઈ મતલબ નથી. જા એક દિવસ પણ રસીકરણમાં મોડુ થયું તો હું ફાંસી પર લટકાવી દઈશ. મને કોઈ મતલબ નથી. એક પણ રસી બાકી રહી, ઘરે લગા, ખેતરમાં લગાવો, માણસના પગ પકડો, ૨૪ કલાક તેના ઘરે બેઠા રહો.ર્
હકિકતમાં કલેક્ટરે તાલુકા ભિતરવારના સ્વાસ્થ્ય કેન્દ્ર પર અધિકારીઓની સાથે બેઠક કરી. આ દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી રસીકરણની જાણકારી લીધી. જ્યારે તેમણે જાયું કે તાલુકામાં ગત ૪ દિવસથી રસીકરણ શિબિરનું આયોજન નથી કરવામાં આવ્યું તો તે ગુસ્સે થઈ ગયા. હાજર અધિકારીઓને રસીકરમ શિબિર ન લગાવવાનં કારણ પુછ્યું.
અધિકારીઓના જવાબ પર કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે ધમકી આપી દીધી. આ દરમિયાન તે સતત અધિકારીઓને પૂછી રહ્યા હતા કે રસીકરણ પુરુ કેમ નથી થઈ રહ્યું. કલેક્ટરની સાથે જિલ્લા પંચાયત સીઈઓ આઈએએસ આશિષ તિવારી હાજર હતા. આ મામલામાં જ્યારે કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમે સવાલ પુછ્યો તો તેમણે કહ્યું વીડિયો સાચો છે. જ્યારે લોકો કામ ન કરે ત્યારે એવું બોલવું પડે છે.