દેશમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણ સંસદમાં પહોંચી ગયું છે. બસપા સાંસદ કુંવર દાનિશ અલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્‌વીટ કરીને આ જોણકારી આપી છે.
તેમણે કહ્યું હતું કે વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી પણ તેમને કોરોના સંક્રમણ થઈ ગયું છે. તેમણે પોતાના સંપર્કમાં આવનાર દરેક લોકોને ટેસ્ટ કરાવવાની અને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. ચિંતાની વાત એ છે કે ગઈકાલ સુધી તેઓ સંસદની કાર્યવાહીમાં હાજર હતા. તેમના સંપર્કમાં આવેલા સાંસદોને પણ સંક્રમણનો ભય સતાવી રહ્યો છે.