ટીવીની સૌથી જાણીતી ડાન્સ કોરિયોગ્રાફર અને ડાન્સ પ્લસની કેપ્ટન શક્તિ મોહન હાલમાં વેકેશન મોડમાં છે. અને તે અહીંથી તેની બોલ્ડ તસવીરો શેર કરી રહી છે. એક દિવસ પહેલાં જ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેને અત્યાર સુધીમાં છ લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. શક્તિ મોહન તેનાં ડાન્સ અને સ્ટાઇલિશ અવતાર માટે જાણીતી છે. પણ તેનો આવો બિકિની અવતાર આ પહેલાં બહુ ઓછો જ જાવામાં આવ્યો છે. હાલમાં તે તેનાં મિત્રોની સાથે વેકેશન મનાવવાં ગઇ છે. જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. શક્તિ મોહનનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો જાવા મળી રહી છે. જેમાં શક્તિ જંગલ વિસ્તારમાં છે. જ્યાં તેની મિત્ર સાથે નદીમાં મસ્તી કરી રહી છે. શક્તિએ બ્લેક કલરની બિકીની પહેરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાય છે. શક્તિ મોહનનુ નવો અવતાર જાઈ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં શક્તિ ડાંસ પ્લસ ૬માં કેપ્ટન તરીકે કામ કરે છે. જેમાં રેમો ડિસુઝા લિડ જજ છે. જ્યારે શોમાં સલમાન યુસુફ અને પુનિત પાઠક પણ તેની સાથે કેપ્ટન છે. અને આ શોનું એન્કરિંગ ડાન્સર કોરિયોગ્રાફર રાઘવ જુયાલ કરી રહ્યો છે. ડાન્સ પ્લસનાં મંચ પર તેનાં કો જજની સાથે અવાર નવાર મસ્તી કરતી નજર આવે છે અને તેમનાં વીડિયો પણ તે શેર કરતી હોય છે.