સામાજિક અને સેવાકીય આગેવાન એવા લાઠીના ધર્મેશભાઇ સોનીએ વૃદ્ધાશ્રમ ખાતે દિવાળીની ઉજવણી કરી
વૃદ્ધો પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરી હતી. તેમણે વૃદ્ધોને હુંફ આપવા સાથે ફટાકડા ફોડી, કેક કાપી તથા મીઠાઇ વહેંચી વૃદ્ધોના ચહેરા પર ચમક લાવી દીધી હતી. તેમણે વૃદ્ધોને સંબોધીને જણાવ્યું કે, આપ લોકો વચ્ચે દિવાળી ઉજવી અત્યંત ખુશી અનુભવું છું. તમારા આશીર્વાદ મને નવી ઉર્જા પૂરી પાડે છે. આપના અનુભવ સમાજના યુવાઓને ભવિષ્ય બનાવવામાં ઉપયોગી થશે. યુવા અગ્રણી કેવલ મહેતાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ તકે જય કાથરોટીયા, પ્રિતિશ પંડ્યા, ઋત્વિક જોષી, તિલક સોલંકી સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.