કૃષ્ણની નગરી વૃંદાવનમાં યમુના નદીમાં બનેલી ભયાનક બોટ દુર્ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. બચાવ કામગીરીના ત્રીજા દિવસે રવિવારે વધુ બે મૃતદેહો મળ્યા બાદ, અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા ૧૩ થઈ ગઈ છે. વહીવટીતંત્ર અને બચાવ ટીમો હજુ પણ ગુમ થયેલા ત્રણ લોકોની શોધ કરી રહી છે.
પંજાબના લુધિયાણાના બીએના અંતિમ વર્ષના વિદ્યાર્થી ડિંકી અને જગરાવના ઋષભ શર્માના મૃતદેહ રવિવારે સવારે મળી આવ્યા હતા. નદીમાં મૃતદેહો ફૂલી ગયા હતા અને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમના પરિવારોએ ખૂબ જ લાગણી સાથે તેમની ઓળખ કરી હતી. શનિવારે અગાઉ, માણિક ટંડન નામના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના લગ્ન સપ્ટેમ્બરમાં થવાના હતા. બચાવ કાર્યની ગંભીરતાને જાતાં, શોધ વિસ્તાર ૧૪ કિમીથી વધારીને ૨૦ કિમી કરવામાં આવ્યો છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફના લગભગ ૨૫૦ કર્મચારીઓ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે તૈનાત છે.
શુક્રવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ કેસી ઘાટ નજીક આ હૃદયદ્રાવક ઘટના બની હતી. ૩૮ યાત્રાળુઓને લઈ જતી એક નાની હોડી તેની ક્ષમતા કરતાં વધુ હતી, જેના કારણે હોડી પલટી ગઈ. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી, બોટમેન પપ્પુ નિષાદની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો. બેદરકારીના આરોપસર પોન્ટૂન બ્રિજ કોન્ટ્રાક્ટર નારાયણ શર્મા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
અત્યાર સુધી કુલ ૨૨ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે લાઇફ જેકેટ જેવા સલામતી ધોરણોનો ભારે અભાવ હતો. હાલમાં, યમુના કિનારે અંધાધૂંધી છે, અને ગુમ થયેલા લોકોના સંબંધીઓ ચિંતાતુરતાથી નદી પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે તમામ ઘાટ પર સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. રાષ્ટÙપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારે આ ધટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.









































