વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર કોરિડોર માટેનો માર્ગ મોકળો થયો છે, સુપ્રીમ કોર્ટે ૫ એકર જમીન સંપાદનને મંજૂરી આપી છે. કોર્ટે યુપી સરકારને કોરિડોર માટે મંદિરની નજીક ૫ એકર જમીન ૫૦૦ કરોડ રૂપિયામાં સંપાદન કરવાની મંજૂરી આપી છે. કોર્ટે શરત મૂકી કે સંપાદિત જમીન દેવતાના નામે નોંધાયેલી રહેશે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં ફેરફાર કર્યો. હાઈકોર્ટે પોતાના પૈસાથી મંદિરની આસપાસની જમીન ખરીદવા પર રોક લગાવી હતી.
ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને એસસી શર્માની બેન્ચે કોરિડોર માટે રાજ્ય સરકારની ૫૦૦ કરોડ રૂપિયાની વિકાસ યોજનાની તપાસ કર્યા પછી બાંકે બિહારી મંદિરની ફિક્સ્ડ ડિપોઝિટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. ઉત્તર પ્રદેશ રાજ્યએ કોરિડોર વિકસાવવા માટે રૂ. ૫૦૦ કરોડથી વધુનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે, જા કે, તેઓ મંદિરના ભંડોળનો ઉપયોગ સંબંધિત જમીન ખરીદવા માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જેને હાઇકોર્ટ દ્વારા ૦૮.૧૧.૨૦૨૩ ના આદેશ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો, એમ બેન્ચે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ઉત્તર પ્રદેશ રાજ્યને યોજનાને સંપૂર્ણપણે લાગુ કરવાની મંજૂરી આપીએ છીએ. બાંકે બિહારી જી ટ્રસ્ટ પાસે દેવતા/મંદિરના નામે ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ કોર્ટના વિચારણા હેઠળ, રાજ્ય સરકારને પ્રસ્તાવિત જમીન સંપાદન કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રહેલી રકમનો ઉપયોગ કરવાની પરવાનગી છે. જાકે, મંદિર અને કોરિડોરના વિકાસ માટે સંપાદિત કરાયેલી જમીન દેવતા/ટ્રસ્ટના નામે રહેશે. બાંકે બિહારી મંદિર કોરિડોર માટે રાજ્ય સરકારની વિકાસ યોજનાને કોર્ટે મંજૂરી આપી છે, ખાસ કરીને ૨૦૨૨માં બાંકે બિહારી મંદિરમાં થયેલી ભાગદોડ જેવી દુઃખદ ઘટનાઓને પગલે. આના કારણે કોર્ટે વ્રજ પ્રદેશના મંદિરોમાં વ્યાપક ગેરવહીવટની નોંધ લીધી છે અને ભાર મૂક્્યો છે કે અસરકારક મંદિર વહીવટ માત્ર કાનૂની જરૂરિયાત નથી પરંતુ જાહેર અને આધ્યાત્મીક કલ્યાણનો પણ વિષય છે.