વીરપુરમાં સંતશિરોમણી જલારામ બાપાની રરર-મી જન્મ જયંતિની અનેરા ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને જય જલીયાણના નાદ સાથે વીરપુર જલારામમય બન્યું હતું. કોરોના મહામારી બાદ આ વર્ષે જલારામ જયંતિની ઉજવણીનું આયોજન કરાતા મોડી રાત્રીથી જ જલારામ બાપાના દર્શન કરવા લાંબી કતારો લાગી હતી. શહેરમાં લોકો દ્વારા ઘરે ઘરે રંગોળીઓ અને અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ્‌સ તૈયાર કરવામાં આવ્યા હતા. જલારામ જયંતિની ઉજવણીને લઈ રરર કિલોની કેક પણ તૈયાર કરવામાં આવી હતી તથા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દેશ-વિદેશમાંથી બાપાના ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.