ધારી તાલુકાના વીરપુર ગામના તમામ ખેડૂતોએ સરપંચની આગેવાનીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો છે તેમાં તાત્કાલિક સહાય અંગે તાલુકા પંચાયત ધારી તેમ જ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. કમોસમી વરસાદનો કહેર ધારી તાલુકાના મોટાભાગના ગામોમાં જોવા મળ્યો છે અને તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે વીરપુર ગામના સરપંચ નીલુબેનની આગેવાની હેઠળ મોટાભાગના ખેડૂતોએ સોમવારે ટીડીઓ તેમ જ પ્રાંત કચેરી ખાતે રૂબરૂમાં જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીમાં તાત્કાલિક સહાય તેમના ખાતામાં ચૂકવવા માટે આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે.





































