પીજીવીસીએલ ધારી-૧ પેટા વિભાગીય કચેરી દ્વારા દામણી સ્કૂલ ખાતે બાળકો માટે વીજ સલામતી અને બચત વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંદાજીત ૫૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઈજનેર સાંગાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ. મથુકીયા અને નાયબ અધિક્ષક આર.પી. અંટાળા દ્વારા દરેક સ્પર્ધક બાળકને વીજળીની બચત અને સલામતી અંગેની મહત્વપૂર્ણ વિગતો પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા.