વીજપાવર ચોરીના ગુનામાં કોડીનારના છાછર ગામના શખ્સને ત્રણ વર્ષની કેદની સજા ફટકારાતા વીજ ચોરી કરનારા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. છાછરના ગોવિંદભાઇ ચોટલીયા ગેરકાયદેસર વીજ પાવર મેળવી ખેતીની જમીનમાં સિંચાઇ વિગેરે કામગીરી કરી રૂ. પર,૩ર૭ની વીજ ચોરી કરતા આ અંગેની જીઇબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ નામ. બીજા એડિ. સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવી ૩ વર્ષની કેદની સજા અને વીજ ચોરીનો ત્રણ ગણો દંડ રૂ. ૧,પ૬,૯૮૧ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કરવામાં
આવ્યો છે.