સાવરકુંડલામાં વીજપડી હાઈવે પર ખેતરથી બાથરૂમ માટે ગયેલી પરિણીતા લાપતા બની હતી. પ્રફુલભાઈ શામજીભાઈ બાંભણીયા (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ સંગીતાબેન શામજીભાઈ બાંભણીયા (ઉ.વ.૨૬) વીજપડી-સાવરકુંડલા હાઇવે રોડ પર રમેશભાઇ કાનાભાઇ ઢાંકેચાના ખેતરની વાડમાં બાથરૂમ માટે ગઈ હતી. ત્યાંથી કોઇને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ પી એ ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.










































