સાવરકુંડલા- વીજપડી રોડ બીસ્માર બની જવા પામ્યો છે અને મસમોટા ખાડા વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયા છે. કમ્મરતોડ ખાડાઓ નાના વાહનો માટે કાળ સમાન બની જવા પામ્યા છે. વારંવાર આ ખાડાઓ તારવવા જતા કે ખાડામાં જવાથી અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બને છે. આ બાબતે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાહનચાલકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.