સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી રાજુલા માર્ગ હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે. વીજપડીથી ભમર રેલવે સ્ટેશન સુધીનો માર્ગ ખાડાઓથી ભરેલો છે, જેના કારણે વાહનચાલકોને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાના વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અતિ જોખમી અને કંટાળાજનક બની ગયું છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં માર્ગની મરામત માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરાઈ નથી. મોટા વાહનો સરળતાથી પસાર થઈ જાય છે, પરંતુ નાના વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. તંત્રની ઉદાસીનતા સામે લોકમાં રોષ છે અને તાત્કાલિક અસરથી માર્ગનું રિપેરીંગ શરૂ કરવાની માંગ ઉઠી છે.







































