સાવરકુંડલાના વીજપડી ગામે સામાન્ય વાતમાં લોખંડના પાઈપ મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વીજપડી ગામે રહેતા ફરિયાદી હનીફભાઈ મામદભાઈ જાગીયાણીને અલ્તાફ ફકીરની સાથે છોકરાઓ બાબતે બોલાચાલી થયેલ હોય જો કે આ બાબતે સમાધાન થયેલ હોય ફરીયાદી અને આરોપી કાળુભાઈ તાજુભાઈ પોહરના સંબંધમાં મામા થતા હોય અને આજુબાજુમાં રહેતા હોય ત્યારે ફરિયાદીએ કે કહેલ આરોપીનો દિકરો અલ્તાફ ફકીરને ઘરે ન લાવે જેથી આરોપીને સારૂ નહી લાગતા ફરિયાદી ઘરે નહાતા હતા ત્યારે માથાના ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી દીધેલ તેમજ અન્ય આરોપી ઝાહીદ કાળુ પોહર અને જીનતબેન કાળુભાઈ પોહરે એક સંપ કરી આડેધડ માર મારતા ફરિયાદીએ ત્રણેય લોકો સામે સાવરકુંડલા રૂરલમાં પોલીસ ફરીયાદ નોંધાવેલ છે.