સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એ.જી. મઢડા ફીડરને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીજપાવર માટે અનેકવાર વીજ અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ વીજપડી ઁય્ફઝ્રન્ કચેરી ખાતે ધસી જઈ રોષભેર આવેદનપત્ર પાઠવ્યું હતું. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદ ન પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે આવા સમયે વરસાદની તાતી જરૂરિયાત છે તો નિયમિત વીજ પુરવઠો મળે તે માટે પણ ખેડૂતો માગણી કરી રહ્યા છે જેમાં વીજપડી પંથકમાં આવેલા એ.જી. ફીડરમાં હાલ સવારના ૫ વાગ્યાથી શરૂ થતો વીજપાવર રાત્રી સુધી ન આવતા નવાગામ, જાંબુડા ગામના ખેડૂતો પાવર માટે વલખા મારી રહ્યા હતા. વીજપાવર અનિયમિત હોવાથી ખેડૂતોનો પાક બળી રહ્યો હતો જેથી આવી પરિસ્થિતિમાં વીજપાવર નિયમિત ન આવતો હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બાબતે છેલ્લા ઘણા સમયથી જવાબદાર વીજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ ખેડૂતોની રજૂઆત વીજ અધિકારી ધ્યાને ન લેતા હોવાથી ખેડૂતોએ આ બાબતે એકત્ર થઈ વીજ કચેરીએ ધસી જઈ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતો પોતાના ખેતરે વહેલી સવારથી જ વીજપાવરની રાહ જોવે છે પરંતુ વીજળી ન આવતા બપોરના સમયે ત્યાં જ જમવું પડે તેવો માહોલ સર્જાયો છે કારણ કે વીજળી ક્યારે આવે તેનું કઈ નક્કી ન હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આવેદનપત્ર આપ્યા બાદ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં થાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.