સાવરકુંડલાના વીજપડી ગામે એક યુવકે તેની મજૂરીના બાકી પૈસાની ઉઘરાણી કરતાં તેને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારવામાં આવ્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હનીફભાઈ મામદભાઈ જોગીયાણી (ઉ.વ.૩૫)એ સલમાનભાઈ દિલાવરભાઈ ચૌહાણ તથા અલ્પેશભાઈ ઉર્ફે દેગડી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીના પિતા પાસે મજૂરીનાં પૈસા બાકી હોવાથી તેની ઉઘરાણી કરતા સારૂ નહોતું લાગ્યું. તેમને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત માથામાં છરીનો એક ઘા મારી ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.