સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે અકસ્માતે પડી જતા એક વૃદ્ધાનુ મોત થયુ હતુ. વીજપડી ગામે રહેતા લોહાણા સમાજના હીરાબેન બટુકભાઈ મસરાણી ઉંમર વર્ષ ૭૦ પોતાના મકાનની ગેલેરીમાંથી સવારમાં ગાયને એંઠવાડ નાખવા જતા મકાનની ગ્રીલ તૂટી પડતા
વૃદ્ધા નીચે પડી ગયા હતા. આ ઘટના બાદ તરત જ ડોક્ટરનો સંપર્ક કરતા તેમજ ૧૦૮ આવી જતા સ્થળ પર મૃત્યુ થયાનું જણાવ્યું હતું.