સાવરકુંડલા તાલુકા હેઠળ વીજપડી પીજીવીસીએલમાં લગભગ ૫૨ ગામો આવરી લેવામાં આવ્યા છે જેમાં સાવરકુંડલા તાલુકાના અંદાજિત ૨૯ ગામ તેમજ રાજુલા તાલુકાના ૨૧ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આઠ ફીડર આવેલા છે. ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફોલ્ટ આવે ત્યારે વધારે ગામોના કારણે વધુ પ્રમાણમાં કામગીરી રહેતી હોવાથી તાત્કાલીક પાવર ચાલુ થઈ શકતો નથી. બાવન ગામના ફોલ્ટ એટેન્ડ કરવા, નવા ગ્રાહકોને કનેક્શન આપવા, બીલીંગની કામગીરી વગેરેમાં સ્ટાફ ઓછો હોય અને કામગીરી વધારે પ્રમાણમાં હોવાથી આ અંગે તાત્કાલિક નિર્ણય લઈ વીજપડી ઓફિસને બે ભાગમાં વિભાજીત કરી ગ્રાહકોને સંતોષકારક કામગીરી થાય અને ગ્રાહકોને સંતોષ મળે તેવી લોકમાંગ ઉઠી છે.