વીજપડી ગામે આવેલ હેલીપેડ પાસેથી પોલીસે છ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. જયસુખભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ, ગોપાલભાઇ ભરતભાઇ નોથા, રમેશભાઇ નાથાભાઇ ચૌહાણ, વિક્રમભાઇ મધુભાઇ ચૌહાણ, પ્રતાપભાઇ લાભુભાઇ સોલંકી,તથા શૈલેષભાઇ કનુભાઇ વળાયા જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૨૦૦ સાથે ઝડપાયા હતા.