અમરેલી જિલ્લામાં વધુ એક નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ ૧૦૮ સાવરકુંડલાના વીજપડીમાં મુકવામાં આવી છે. સગર્ભાના હસ્તે રિબિન કાપી ૧૦૮નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.
૧૦૮ના ઉદ્‌ઘાટન પ્રસંગે વીજપડી ૧૦૮ સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વીજપડીનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ તકે ઉપસ્થિત તમામનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ૧૦૮ વીજપડી ટીમ દ્વારા ૧૦૮ ફાળવવા બદલ ગુજરાત સરકાર અને જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮નો આભાર માન્યો હતો.