સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ખેડૂતોના બંધ પડેલા ટીસી ૧ર દિવસથી બદલવામાં ન આવતા રોષ ફેલાયો છે. વીજપડી ગામે શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારીઓ થઈ રહેલી હોય ત્યારે જ ખેડૂતોના ટીસી છેલ્લા ૧ર દિવસથી બંધ હાલતમાં છે. આ બાબતે વીજતંત્રનાં સ્થાનિક અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી ટીસી બદલવાની કામગીરી કરવામાં આવી નથી. ટીસી બદલવા માટે ખેડૂતો દરરોજ વીજ કચેરીએ ધક્કા ખાઈ રહ્યાં છે પરંતુ વીજ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આ અંગે ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા ૧ર દિવસથી ટીસી બંધ હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ ધ્યાન આપતા નથી. ટીસી બંધ હોવાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. આ બાબતે સાવરકુંડલા વીજ અધિકારીને જાણ કરવા છતાં હજૂ સુધી કોઈ કામગીરી કરવામાં ન આવતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે.