નેશનલ હાઈવે પરના વીજપડીથી સાવરકુંડલા તરફના રસ્તામાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. આ અંગે અધિકારીઓને અવાર-નવાર રજૂઆત કરવા છતાં પણ તે બાબતે ધ્યાન આપવામાં આવતું નથી તેવી ફરિયાદો થઇ રહી છે. વાંરવાર રજૂઆત કરવા સમયે એક બે ખાડાઓ બુરીને જતા રહેતા હોય છે તો તાત્કાલિક અસરથી મોટા ખાડા પુરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગણી કરે છે.