ટી ૨૦ ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતાની અસર હવે દિલ્હી પ્રીમિયર લીગમાં પણ જાવા મળી રહી છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનએ ડીપીએલની બીજી સીઝન પહેલા લીગમાં બે નવી ટીમોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. ‘આઉટર દિલ્હી’ અને ‘નવી દિલ્હી’ નામો નવી ફ્રેન્ચાઇઝી તરીકે સામે આવ્યા છે. ‘આઉટર દિલ્હી’ને સવિતા પેઇન્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડના નેતૃત્વ હેઠળના જૂથે ૧૦.૬ કરોડ રૂપિયામાં ખરીદી છે, જ્યારે ‘નવી દિલ્હી’ ટીમને ભીમા ટોલિંગ એન્ડ ટ્રાફિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ક્રેયોન એડવર્ટાઇઝિંગ લિમિટેડ દ્વારા ૯.૨ કરોડ રૂપિયામાં ખરીદી છે.
હવે ડીપીએલમાં ટીમોની સંખ્યા ૬ થી વધીને ૮ થઈ ગઈ છે. પ્રથમ સિઝનમાં, સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ, ઇસ્ટ દિલ્હી રાઇડર્સ, નોર્થ દિલ્હી સ્ટ્રાઇકર્સ, ઓલ્ડ દિલ્હી-૬, સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને વેસ્ટ દિલ્હી લાયન્સ ટીમો રમતી હતી.
આ દરમિયાન,ડીપીએલની બીજી આવૃત્તિની હરાજીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ખેલાડીઓની હરાજી ૬ અને ૭ જુલાઈએ દિલ્હીમાં થશે. પુરુષ ખેલાડીઓની હરાજી ૬ જુલાઈએ યોજાશે, જેમાં ઘણા પ્રખ્યાત અને યુવા ખેલાડીઓ ભાગ લેશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંત અને ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઉપરાંત, તેમાં પ્રિયાંશ આર્ય, આયુષ બદોની, હર્ષિત રાણા, દિગ્વેશ રાઠી, હિંમત સિંહ, સુયશ શર્મા, મયંક યાદવ અને અનુજ રાવત જેવા ઉભરતા સ્ટાર્સ પણ સામેલ થશે.
મહિલા ખેલાડીઓની હરાજી ૭ જુલાઈએ યોજાશે, જે લીગમાં મહિલા ક્રિકેટને પણ પ્રોત્સાહન આપશે. ટી ૨૦ લીગની લોકપ્રિયતાને જાતાં ડીપીએલની આ બીજી સીઝન ઉત્સાહ અને સ્પર્ધાથી ભરપૂર રહેવાની અપેક્ષા છે.
નોંધનીય છે કે દિલ્હી પ્રીમિયર લીગની પહેલી સીઝન ૨૦૨૪માં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મેન્સ લીગમાં ૬ ટીમોએ ભાગ લીધો હતો જ્યારે વિમેન્સ લીગમાં માત્ર ૪ ટીમોએ ભાગ લીધો હતો. મેન્સ લીગનો ખિતાબ ઈસ્ટ દિલ્હી રાઇડર્સે જીત્યો હતો જ્યારે વિમેન્સ લીગનો ખિતાબ નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે જીત્યો હતો. પહેલી સીઝનની અપાર સફળતા બાદ, ચાહકો બીજી સીઝનની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. હવે એ જાવું રસપ્રદ રહેશે કે ૮ ટીમો સાથે ડીપીએલનો ઉત્સાહ કેટલો વધે છે.