વિસાવદર સહિત ભેસાણ તથા મેંદરડા તાલુકા વચ્ચે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિસાવદરમાં ફેમિલી કોર્ટ મંજૂર કરેલ હતી અને ગુજરાત સરકારે આ અંગેનું જાહેરનામું બહાર પાડી આ ત્રણેય તાલુકાની કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસો, ચડત ભરણપોષણના કેસો, બાળકોની કસ્ટડી મેળવવાના કેસો, ત્રણેય તાલુકાના લગ્ન હક્ક પુરા કરવાના દાવા, છૂટાછેડાના દાવા, જ્યુડિશિયલ સેપ્રેશનના દાવા સહિતની પારિવારિક તકરારો અંગેના કેસ માટે તથા અગાઉથી હુકમો થયેલ હોય તેવી તમામ અપીલો તારીખ ૧ લી જૂનથી વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર કરવા હુકમ કરેલ હતો અને સત્તાવાર રીતે જાહેર થયા મુજબ જૂનાગઢ જિલ્લામાં નવી ત્રણ સહિત ગુજરાતમાં કુલ નવી ૮૦ ફેમિલી કોર્ટનું તા.૦૧.૦૬.૨૦૨૪ના રોજ ઓપનિંગ કરાયું હતું. વિસાવદરમાં ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન થતા વકીલોમાં તથા ત્રણેય તાલુકાની જનતામાં આનંદ ફેલાયો હતો.