વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કડાયા-શાપર-લુંઘીયા અને સુડાવડનો ચૂંટણી વિસ્તારમાં સમાવેશ થતો હોવાથી હાલ આ ગામોમાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ અંતર્ગત લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પ્રતિબંધાત્મક આદેશ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલી પરવાનગીની શરતોનું પાલન કરવું. નિયમોને આધીન લાઉડ સ્પીકર સવારે
આભાર – નિહારીકા રવિયા ૦૬.૦૦ થી રાતે ૧૦.૦૦ વાગ્યા સુધી વગાડવા. પરવાનગી મેળવી હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ કે, દવાખાના આવેલા હોય તો અડચણ ન થાય તેવી રીતે ધીમા અવાજે લાઉડ સ્પીકર વગાડવા જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.







































