ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ બંને બેઠકો પર ચૂંટણી લડાઈનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતું વિસાવદર બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. ભાજપ ૧૮ વર્ષથી આ બેઠક પર જીત માટે ઝંખી રહી છે, છતા જીતનો સ્વાદ ચાખી શકી નખી.
ગુજરાતની બે વિધાનસભા બેઠકો માટે લડાઈનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક અને મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ બંને બેઠકો માટે નામો જાહેર કરી દીધા હતા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આપે વિસાવદર બેઠક જીતી હતી, જ્યારે કડી બેઠક ભાજપે કબજે કરી હતી. આવી સ્થિતિમાં, બંને પક્ષો માટે પોતાની જીતેલી બેઠકો જાળવી રાખવાનો પડકાર છે. રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ માટે બંને બેઠકો પર સારું પ્રદર્શન કરવું એક પડકાર છે. ભાજપે વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલ અને કડી બેઠક પરથી રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ વિસાવદર બેઠક જીતી શકશે કે નહીં? કારણ કે પાર્ટી ૧૮ વર્ષથી અહીં જીતી નથી.
આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતારીને ચૂંટણી લડાઈને રસપ્રદ બનાવી છે. વિસાવદર બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય છે. કારણ કે આ બેઠક ૧૮ વર્ષથી વિપક્ષના કબજામાં છે. ભાજપ પાસે કેશુભાઈ પટેલનો મતવિસ્તાર રહેલા વિસાવદરમાં કમળ ખીલવવાનો પડકાર છે. ગત ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી. હરીફાઈ છછઁ ના પક્ષમાં હતી. આ વખતે પણ અહીં રસપ્રદ ટક્કર થવાની અપેક્ષા છે. કારણ કે આપે પોતાના મજબૂત ઉમેદવાર ગોપાલ ઈટાલિયાને અહી મેદાનમાં ઉતાર્યા છે.
તાજેતરમાં ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલ ભાજપને ગોપાલ ઈટાલિયાને ખરીદવાનો પડકાર ફેંક્્યો હતો. સાથે જ કહ્યું હતું કે, ૧૮ વર્ષથી તમે લોકોએ ભાજપને વિસાવદરમાં ઘૂસવા દીધી નથી. ૧૮ વર્ષથી ભાજપ વિસાવદરમાં જીતી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલાં તમે કોંગ્રેસને વોટ આપ્યો તો આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો. તો ભાજપે વિસાવદર પર હુમલો કરી દીધો અને વિસાવદરના લોકોનું અપમાન કરવાનું શરૂ કરી દીધું. પહેલાં તમે લોકોએ કોંગ્રેસના હર્ષદ રાબડિયાને જીતાડ્યા તો ભાજપે બદમાશી કરીને તેને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા. વિસાવદરવાસીઓએ ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઇ ભાયાણી જીતાડ્યા. ભાજપે તેમને પણ ખરીદી લીધા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ જિલ્લામાં આવતી આ બેઠક અનામત છે. ભાજપના ધારાસભ્ય કરસન ભાઈ સોલંકીના મૃત્યુને કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતના પ્રખ્યાત ગાયિકા કાજલ મહેરિયાએ પણ આ બેઠક પરથી ટિકિટ માંગી હતી પરંતુ પાર્ટીએ અહીંથી રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કડીના ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાને ટિકિટ આપી છે. તેઓ ૨૦૧૭ની ચૂંટણીમાં કરસનભાઈ સોલંકી સામે ૭૭૪૬ મતોથી હારી ગયા હતા. રમેશ ચાવડા ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પરથી સતત ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ બેઠક ૨૦૦૯માં અનામત રાખવામાં આવી હતી.









































