રાજુલાના વિસળીયા ગામે એક વર્ષ પહેલા થયેલી માથાકૂટના મનદુઃખમાં પુરુષ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ ગાળો બોલી મુંઢ ઈજા પહોંચાડી હતી. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. હમીરભાઈ દાનાભાઈ શિયાળ (ઉ.વ.૫૦)એ મુકેશભાઈ વીરાભાઈ શિયાળ, વીરાભાઈ શિયાળ, રવજીભાઈ વીરાભાઈ શિયાળ તથા બાઘુબેન વીરાભાઈ શિયાળ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને રવજીભાઈ વીરાભાઈ શિયાળ સાથે એકાદ વર્ષ પહેલા માથાકૂટ થઈ હતી. જેનુ મનદુઃખ રાખી તે તથા સાહોદો તેની વાડીએથી ઘરે જતા હોય ત્યારે રસ્તામાં ગાળો આપી હતી. બાદમાં લોખંડની ટી જમણા પગના પોંચા ઉપર મારી ફ્રેક્ચરની ઇજા કરી હતી. ઉપરાંત તેમના દીકરા ધનજીભાઇને તલવારનો એક ઘા મારી કપાળમાં ચાર ટાંકાની ઇજા કરી હતી. તેમજ દીકરા વિજયભાઇને પણ ખેતરમાં હાંકવાની રાપનો એક ઘા મારી મુંઢ ઇજા કરી હતી. જેમફાવે તેમ ગાળો આપી માર મારી મુંઢ ઇજાઓ કરી હતી. જે બાદ વીરાભાઇ લાખાભાઈ શિયાળ (ઉ.વ.૫૫)એ બાવભાઇ દાનાભાઇ શિયાળ, હમીરભાઇ દાનાભાઇ શિયાળ, ભાયાભાઇ દાનાભાઇ શિયાળ, કેસાભાઇ ગાંડાભાઇ શિયાળ, ધનજીભાઇ હમીરભાઇ શિયાળ સહિત કુલ ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનો દીકરો દીપક તેમના ગામના યુવકની પત્નીને એકાદ વર્ષ પહેલા ભગાડી લઇ ગયો હતો. જેનુ મનદુઃખ રાખી તેમના ઘર પાસે તેમનો દીકરો રવજી બેઠો હતો ત્યાં આરોપી ઝઘડો કરતા હતા. જેથી તેમને સમજાવવા જતા જેમફાવે તેમ ગાળો આપી તેમની પાસે રહેલ લોખંડના પાઇપથી આડેધડ માર માર્યો હતો. તેમને તથા તેમના પત્નીને આડેધડ માર મારી ગાળો આપી, જેમફાવે તેમ આડેધડ માર મારી મુંઢ ઇજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જી. ડાભી વધુ તપાસ
કરી રહ્યા છે.