અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત છે. બાઇક લઇને શૌચક્રિયા માટે નીકળેલા પુરુષને બોલેરો ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે વિસળીયા ગામે રહેતા બાબુભાઈ વશરામભાઈ સરવૈયા (ઉ.વ.૪૨)એ મહીન્દ્રા પીકઅપ બોલરો નંબર જીજે-૩૮-ટીએ-૭૮૭૮ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતા વશરામભાઇ બજાજ પ્લેટીના રજી. નં.ય્ત્ન-૦૪-છદ્ભ-૨૬૭૦ લઈ શૌચક્રિયા કરવા નીકળ્યા હતા. તે દરમિયાન વિસળીયા ગામથી દાતરડી તરફ જતા જાહેર રોડ ઉપર સામેથી પુરઝડપે આવેલા મહીન્દ્રા પીકઅપ બોલેરો રજી. નં.ય્ત્ન-૩૮-્છ-૭૮૭૮ ના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જી ચાલક બોલેરો મૂકી નાસી ગયો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જી.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.