મહેસાણાના વિસનગરમાં કડા ગામમાં રોકાણની લાલચ આપી લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કર્યોનો મામલો સામે આવ્યો છે. આ અંગેવિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મહેસાણા જીલ્લામાં વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાં એક કા ડબલ, એક કા ડબલની લોભામણી સ્કીમથી કેટલાય લોકો ફસાયા હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે. વિસનગરમાં પિતા-પુત્રએ લોકોને લાલચ આપી ૭૫ દિવસમાં એક કા ડબલ કરવાની લાલચ આપી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં પૈસા રોકવા કહ્યું હતું. લોકોએ ઓછા દિવસમાં પૈસા બમણા થઈ જશે તેવી લોભામણી લાલચમાં આવી સ્કીમમાં પૈસા લગાવ્યા હતા.
જાકે, સમયસર પૈસા પાછા ન મળતા લોકો સાથે ઠગાઈ થઈ હોવાનું અનુમાન લગાવી તેમની સાથે ૨.૩૦ કરોડની છેતરપિંડી થતા લોકોને આંચકો લાગ્યો હતો. જેથી ભોગ બનનારે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી કિરીત સિંહ ચાવડા અને વિશાલ સિંહ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.
થોડા મહિના અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુરતના કાપડના વેપારી સાથે લગભગ દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ કરનારી મહિલા ચાર વર્ષે ઝડપી પાડી હતી. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો ચાર વર્ષ અગાઉ વર્ષ ૨૦૨૦માં બન્યો હતો. ઠગ ટોળકીના પાંચ ભેજાબાજાએ ખોદકામ કરતા સોનાના સિક્કા મળ્યા હોવાનું જણાવી સુરતના વેપારી સાથે રૂ.૧.૪૦ કરોડની છેતરપિંડી આચરી હતી.
અમદાવાદમાં સેલ્ફ ડ્રાઇવ કાર એÂપ્લકેશન અન્ય રીતે ભાડે મૂકવા માટે કારની ઉઠાંતરી કરતી ગેંગની સામે અમદાવાદમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી હિતેશ પંચાલ અને તેની ગેંગની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં અમદાવાદમાં ૨૫ જેટલી ગાડીઓની ઉઠાંતરી કરીને બોગસ આરસી બૂક અને અન્ય દસ્તાવેજ બનાવી ગીરવે મૂકીને હોવાનું બહાર આવ્યું છે.