વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરનો ઉદ્દેશ્ય હૃદય રોગ સંબંધે લોકોમાં
જાગૃતિ, ઉપાયો અને યોગ થકી તેને અટકાવવા માટેનો છે. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગે જાગૃતિ કેળવાય અને લોકો યોગ કરતા થાય તે માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગદોડભર્યાં જીવનમાં ખાસ કરીને હૃદય સંબંધી રોગો અટકાવવા માટે યોગ ખૂબ કારગર નીવડે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૯-૯ના રોજ સવારના ૬ થી ૮ કલાક દરમિયાન અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ યોગ શિબિર યોજાશે.