રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ ઉત્તર ગુજરાત પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાજુભાઇ પટેલ સંયુક્ત મહામંત્રી ત્રણેયને આજે કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે અમરેલી શહેરમાં રાજકમલ ચોક, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય છાત્ર પરીષદે ખુશી વ્યક્ત કરી હતી અને ફટાકડા ફોડીને હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા. તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ મજબૂતભાઈ બસીયા, રાષ્ટ્રીય છાત્ર પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દડુભાઈ ખાચર, એડવોકેટ ફોરમ, પ્રમુખ વિભાગ અધ્યક્ષ દેસાણી, સુરેશભાઈ સોલંકી અમરેલી જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી એમ એમ પટેલ, જિલ્લા મંત્રી જીલુભાઈ વાળા, રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા, જિલ્લા મહામંત્રી જીજ્ઞેશભાઈ કયાડા, રાષ્ટ્રીય બજરંગદળ રણજીતભાઈ, વિપુલભાઈ ગજેરા અને વેપારી મંડળ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.