અમરેલી જિલ્લામાં વિશ્વ વસ્તી દિન અંતર્ગત બે પખવાડિયા માટે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પખવાડિયું તા. ર૭-જૂન થી તા. ૧૦-જુલાઇ તથા બીજુ પખવાડિયું તા. ૧૧ થી ર૪-જુલાઇ સુધી ઉજવાશે. જેમાં ઘરે ઘરે જઇ લાયક દંપતીઓનો સંપર્ક કરી ફેમિલી પ્લાનિંગ પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવશે. તેમજ કુટુંબ કલ્યાણ ઓપરેશન કેમ્પ, આઇ.યુ.ડી. કેમ્પ તેમજ કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓના કેમ્પનું આયોજન કરવામાં આવશે. તમામ આરોગ્ય ફેસીલીટી ઉપર નિરોધ કોર્નર ઉભા કરવામાં આવશે. ખાસ કરીને અમરેલી, સાવરકુંડલા અને રાજુલા ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના બંને પખવાડિયામાં જિલ્લાના વધુમાં વધુ લાયક લોકો લાભ લે તેવો સીડીએચઓ ડો. જયેશ પટેલ દ્વારા અનુરોધ કરવામાં
આવ્યો છે.