વિશ્વ લોહાણા મહા પરિષદના અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી અને સૌરાષ્ટ્ર ઝોન-૪ના અધ્યક્ષ સુમિતભાઈ ઠક્કર દ્વારા અમરેલી જિલ્લાની બે દિવસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ધારી તાલુકાના રઘુવંશી શ્રેષ્ઠી કાળુભાઈ શેદાણી (શેઠ) નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અમરેલી લોહાણા મહાજનના ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢા, ધારી લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ પોપટ, અમરેલી મહા પરિષદના સંજયભાઈ વણઝારા, સાવરકુંડલા રઘુવંશી સમાજ અગ્રણી રાજુભાઈ શિંગાળા સહિત ભાવનગરના રઘુવંશી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.