ગુજરાતમાં એચઆઈવી પીડિત દર્દીઓની સંખ્યા ૧.૭પ લાખની આસપાસ પહોંચી જવા પામી છે. તો સમગ્ર દેશમાં ર૧ લાખ કરતા વધારે લોકો આ રોગનો ભોગ બન્યા છે. વર્ષે સમગ્ર દેશમાં ૭પ૦૦૦થી વધારે દર્દીઓ ઉમેરાતા જાય છે તો ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૧૦૦૦૦ એચઆઈવીના દર્દીઓ વધતા જાય છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ દર વર્ષે એચઆઈવીના દર્દીઓમાં વધારો નોંધાતો હોવાથી આ આંકડાઓએ રાજય સરકારની પણ ઉંઘ ઉડાડી છે. એચઆઈવીના દર્દીઓ માટે રાજય સરકાર સઘન પ્રયાસો કરી રહી છે આમ છતાં આ દર્દીઓની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. રાજયમાં જે રીતે
જનજાગૃતિ થકી પોલીયોમુકત ભારત નિર્માણ થયું છે તે જ રીતે એચઆઈવી મુકત ભારત નિર્માણમાં પણ ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવવા માટે કામગીરી કરી રહ્યું છે. અમરેલી જિલ્લામાં દર વર્ષે જે રીતે દર્દીઓની સંખ્યામા વધારો નોંધાતો જાય છે તેને જાતા જિલ્લાના લોકો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. એચઆઈવી રોકવા માટે સતર્કતા અને જાણકારી જ એકમાત્ર ઉપાય છે.

સરકાર તરફથી રોકડ સહાય
એચઆઈવીના દર્દીઓને સરકાર તરફથી રૂ.પ૦૦, એચઆઈવી અને ટીબીના દર્દી હોય તો રૂ.૧૦૦૦ અને એચઆઈવીની સાથે કેન્સર હોય તો તેવા દર્દીઓને રૂ.૧પ૦૦ની રોકડ સહાય દર મહિને સરકાર તરફથી આપવામાં આવે છે. જેના કારણે દર્દીઓને આંશિક આર્થિક ફાયદો થાય છે તેમજ દવા લેવા આવતા દર્દીઓને એસ.ટી. બસનું ટિકિટ ભાડું પણ આપવામા આવે છે.

દર્દીઓને અંત્યોદય કાર્ડ કાઢી આપવામાં આવે છે
સમગ્ર રાજયમાં જેટલા પણ એચઆઈવીના દર્દીઓ નોંધાયા છે તે તમામ દર્દીઓના રેશનકાર્ડને અંત્યોદય રેશનકાર્ડમાં તબદીલ કરવામાં આવે છે જેના કારણે રાજય સરકાર તરફથી અનાજનો પુરવઠો પણ વિનામૂલ્યે મેળવી શકે છે.

 

એચઆઈવી યુગલોના લગ્ન મેળાવડા
અમરેલી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં જે પુરૂષો અને †ીઓ એચઆઈવીથી પીડિત છે તેઓ અથવા તો તેમના પરિવારો ઈચ્છે તો બંને પીડિતો લગ્નગ્રંથીથી પણ જાડાઈ શકે છે તેના માટે સમગ્ર રાજયમાંથી એકમાત્ર સુરત ખાતે લગ્ન મેળાવડા યોજવામાં આવે છે અને એચઆઈવી દંપતીના બાળકો એચઆઈવી જ જન્મે તે માન્યતા દૂર કરી એચઆઈવી દંપતીના બાળકો એચઆઈવી મુકત જન્મે તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આવા પ્રયાસોને સફળતા પણ મળી છે.

બાળકોને શિષ્યવૃતિનો લાભ
એચઆઈવીના દર્દીઓના બાળકોને અભ્યાસ માટે
શિષ્યવૃત્તિનો પણ લાભ મળે છે. એચઆઈવીના દર્દીઓના બાળકોને અભ્યાસ પર આર્થિક રીતે કોઈ અસર ન પહોંચે તેની રાજય સરકાર દ્વારા ચિંતા કરી બાળકોને વધુમાં વધુ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં મૃત્યુદરમાં ઘટાડો
અમરેલી જિલ્લામાં એચઆઈવીના દર્દીઓને નિયમિત જિલ્લાના સરકારી દવાખાનામાંથી દવાઓ મળતી હોવાથી દર્દીઓ પણ હવે આ રોગને હળવાશથી લેતા થયા છે. જેના કારણે સ્થાનિક તંત્રના અથાગ પ્રયત્નને કારણે અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.

 

૧૦ વર્ષમાં એકપણ બાળક એચઆઈવી સાથે જન્મ્યું નથી
અમરેલી જિલ્લામાં એચઆઈવી ધરાવતી મહિલાએ જયારે પણ સંતાનને જન્મ આપ્યો છે ત્યારે છેલ્લાં ૧૦ વર્ષમાં એકપણ બાળક એચઆઈવી સાથે જન્મ્યું નથી. આ માટે સ્થાનિક તંત્રની કામગીરી પણ સરાહનીય છે.

 

એચઆઈવીના દર્દીઓ સાથે ભેદભાવ નહી
જે દર્દીઓ એચઆઈવી રોગથી પીડાય છે તેની સાથે ભેદભાવ નહી પરંતુ પ્રેમભાવથી વર્તન કરો, આ રોગના દર્દી સાથે બેસવાથી, અડવાથી કે તેમના કપડા પહેરવાથી થતો નથી માટે આવા દર્દીઓ સાથે ભેદભાવ નહી પરંતુ પ્રેમભાવથી વર્તન કરવુ જાઈએ.

 

અમરેલી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી
અમરેલી જિલ્લામાં નોંધાયેલા એચઆઈવીના દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે. એચઆઈવી દર્દીઓ સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે માટે તેમના નામની ગુપ્તતા પણ જાળવવામાં આવે છે.

 

અમરેલી જિલ્લામાં એચઆઈવી દર્દીઓ
વર્ષ દર્દીઓ
ર૦૧૭ ર૦૪૦
ર૦૧૮ ર૧૮ર
ર૦૧૯ ર૩૩૬
ર૦ર૦ ર૪૭ર
ર૦ર૧ રપ૯ર