દેશમાં કોરોના વાયરસ મહામારીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે જ વિશ્ર્વના અલગ-અલગ દેશોમાં પણ નવા કેસમાં ભારેથી અતિ ભારે વધારોન નોંધાઈ રહ્યો છે અને ચિંતા ફરીથી અનેક દેશોમાં ફેલાઈ ગઈ છે. હોસ્પિટલો હાઉસફલ થઈ રહી છે.
અમેરિકામાં ફરીથી પરિસ્થિતિ બગડી રહી છે અને વાયરસ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૭૭ હજોરથી વધુ નવા કેસ નોંધાયા છે.
અમેરિકાની અલગ-અલગ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને કેટલાક દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. એ જ રીતે ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ હજોરથી વધુ નવા કેસ નોંધાયા છે અને બ્રાઝિલમાં ૫૦ હજોર નવા કેસ તેમજ જર્મનીમાં ૪૨ હજોર, ઓસ્ટ્રેલિયામાં ૩૩ હજોર, ઈટાલીમાં ૨૨ હજોર નવા કેસ નોંધાયા છે.
આ ઉપરાંત દુબઈમાં પણ નવેસરથી મહામારી જોર કરી રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૯૦૦થી વધુ કેસ નોંધાયા છે. હોંગકોંગમાં ૩૦૦ કેસ, ચીનમાં ૧૬૫ અને પોલેન્ડમાં ૨૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. તાઈવાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૦ હજોરથી વધુ નવા કેસ નોંધાતા વધુ ચિંતા થઈ છે. આમ, વિશ્ર્વના અનેક દેશોમાં ફરીથી મહામારી ચિંતાજનક બની રહી છે એ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ તમામ દેશોને સક્રિય રહેવા અને કોરોના વાયરસના તમામ નિયમોનું પાલન કરાવવાની તાકિદ કરી છે.
વિશ્ર્વના અનેક દેશોમાં કોરોનાના નિયમોમાં છૂટછાટ આપી દેવામાં આવી હતી અને સૌપ્રથમ બ્રિટનમાં બીજી લહેર બાદ તમામ નિયમો ઉઠાવી લેવામાં આવ્યા હતા પરંતુ હવે નવેસરથી માસ્ક સહિતના નિયમો લાદવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. દેશમાં નિષ્ણાતોએ બે દિવસ પહેલાં એવી આશંકા વ્યકત કરી હતી કે, મોટાભાગના રાયોમાં નવેસરથી કેસ આવી રહ્યા છે ત્યારે મહામારી ચોથી લહેર તરફ આગળ વધી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે માટે તમામ રાયોએ એલર્ટ
રહેવું જરૂરી છે.