ભારતમાં ફુગાવો ૨૦૨૪ માં ૪.૯% રહ્યા બાદ ૨૦૨૫ માં ઘટીને ૪.૩% થઈ શકે છે
સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૫ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને ૬.૩ ટકા કર્યો છે. જાન્યુઆરી ૨૦૨૫ માં, આ અંદાજ ૬.૬% હતો. જાકે, આ ઘટાડા છતાં, ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણવામાં આવે છે. આ માહિતી ૧૬ મેના રોજ પ્રકાશિત થયેલા સંયુક્ત રાષ્ટ્રના નવા રિપોર્ટ ‘ધ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ ટુ મિડ-૨૦૨૫’માં આપવામાં આવી છે.
અહેવાલ મુજબ, ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા મુખ્યત્વે મજબૂત સ્થાનિક વપરાશ અને સરકારી રોકાણ દ્વારા સમર્થિત છે. આ ઉપરાંત, સેવા ક્ષેત્રની નિકાસ પણ આર્થિક વૃદ્ધિને મજબૂત બનાવી રહી છે. “ભારતના આર્થિક વિકાસને ખાનગી વપરાશ, જાહેર રોકાણ અને મજબૂત સેવાઓ નિકાસ દ્વારા ટેકો મળે છે,” અહેવાલમાં જણાવાયું છે.
યુએનના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્ચિક અર્થતંત્ર હાલમાં જાખમી સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા ટેરિફમાં વધારાથી વૈશ્ચિક સપ્લાય ચેઇન પર અસર પડી છે. આનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે અને રોકાણમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. આનાથી ભારતના વેપારી નિકાસ પર પણ અસર પડી શકે છે, જાકે ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ, ઊર્જા અને તાંબા જેવા ક્ષેત્રો હાલમાં આ અસરથી બચી ગયા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ફુગાવો ૨૦૨૪ માં ૪.૯% રહ્યા બાદ ૨૦૨૫ માં ઘટીને ૪.૩% થઈ શકે છે, જે ભારતીય રિઝર્વ બેંકની લક્ષ્ય શ્રેણીમાં છે. તે જ સમયે, રોજગાર સ્તરમાં કોઈ મોટો ઘટાડો જાવા મળ્યો નથી, પરંતુ મહિલા શ્રમ ભાગીદારીમાં અસમાનતા યથાવત છે, જેને સંબોધિત કરવાની જરૂર છે.
ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી ૨૦૨૫ માં તેના નીતિગત વ્યાજ દરમાં ઘટાડો કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અગાઉ આ દર ફેબ્રુઆરી ૨૦૨૩ થી સતત ૬.૫% પર સ્થિર રહ્યો હતો. દક્ષિણ એશિયાના અન્ય દેશો જેમ કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા પણ આઇએમએફના સમર્થનથી આર્થિક સુધારા અને નાણાકીય શિસ્ત અપનાવી રહ્યા છે.
યુએનના અહેવાલ મુજબ, વિશ્વ આર્થિક વિકાસ દર ૨૦૨૫ માં ઘટીને ૨.૪% થશે, જે ૨૦૨૪ માં ૨.૯% હતો. આ જાન્યુઆરી ૨૦૨૫ ના અંદાજ કરતા ૦.૪% ઓછો છે. આ મંદી નથી, પરંતુ મોટાભાગના દેશોમાં વૃદ્ધિ ધીમી પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારી શાંતનુ મુખર્જીએ જણાવ્યું હતું કે વિશ્વ અર્થતંત્ર હાલમાં અસ્થિર તબક્કામાં છે. રોકાણમાં વિલંબ અને નીતિગત અનિશ્ચિતતા પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહી છે.
અમેરિકાનો વિકાસ દર ૨૦૨૪ માં ૨.૮% થી ઘટીને ૨૦૨૫ માં ૧.૬% થવાની ધારણા છે. ચીનનો વિકાસ દર ૨૦૨૫ માં ૪.૬% સુધી મર્યાદિત રહી શકે છે. બ્રાઝિલ, મેÂક્સકો અને દક્ષિણ આફ્રિકા જેવા વિકાસશીલ દેશોમાં પણ વિકાસ દરમાં ઘટાડો જાવા મળ્યો છે. યુએનના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વિકાસશીલ દેશો, ખાસ કરીને ઓછા વિકસિત દેશો માટે પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક હોઈ શકે છે, કારણ કે ઓછી નિકાસ કમાણી, દેવાનો બોજ અને ઘટતી આંતરરાષ્ટ્રીય સહાય તેમની વિકાસ યોજનાઓને અસર કરી શકે છે. ૨૦૨૫ માં ઓછા વિકસિત દેશોનો વિકાસ દર ૪.૫% થી ઘટીને ૪.૧% થવાની ધારણા છે.
આ અહેવાલ એ વાત પર ભાર મૂકીને સમાપ્ત થાય છે કે વધતા વૈશ્ચિક વેપાર તણાવ અને નીતિગત અનિશ્ચિતતા વચ્ચે, બહુપક્ષીય સહયોગને મજબૂત બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘વિકાસશીલ અને સંવેદનશીલ અર્થતંત્રોને લક્ષિત સમર્થન અને નિયમો-આધારિત વેપાર પ્રણાલીને પુનર્જીવિત કરવી ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ રહેશે.’









































