ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, વિશ્વની સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર એલીન એશનું ૧૧૦ વર્ષની વયે અવસાન થયું છે. એલીને ૧૯૩૦ અને ૧૯૪૦નાં દાયકામાં ઈંગ્લેન્ડ માટે સાત ટેસ્ટ રમી હતી, તેમણે તેમની જમણા હાથની ઝડપી બોલિંગ વડે ૨૩ની એવરેજથી ૧૦ વિકેટ લીધી હતી.
તેમણે ૧૯૪૯નાં ઓસ્ટ્રેલિયાનાં એશિઝ પ્રવાસમાં સિવિલ સર્વિસ વુમન, મિડલસેક્સ વુમન અને સાઉથ વુમન માટે સ્થાનિક ક્ષેત્રે પ્રતિનિધિ ક્રિકેટ રમવા ઉપરાંત ભાગ લીધો હતો. ઇસીબીએ કહ્યું કે “ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ૧૧૦ વર્ષની વયે એલીન એશનાં મૃત્યુ વિશે જોણીને ખૂબ જ દુઃખી છે. ૧૯૩૭માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર એશ એક અસાધારણ જીવન જીવતી અદભૂત મહિલા હતી. ભારત સામે ૨૦૧૭ આઇસીસી મહિલા વન-ડે વર્લ્ડકપ ફાઇનલમાં ઈંગ્લેન્ડની મહિલાઓની યાદગાર જીત પહેલા, એલિન એશ લોર્ડ્સની બાલ્કનીમાં બેલ વગાડીને રમતની શરૂઆત કરી. આ વર્ષે એમસીસીએ તેમને માનદ સભ્યપદથી સન્માનિત કર્યા. તેમણે ૩૦
ઓક્ટોબરે પોતાનો ૧૧૦મો જન્મદિવસ ઉજવ્યો. એલીનનાં જન્મદિવસ પર, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડે તેમના ટિવટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જ્યારે તેણીએ લોર્ડ્સ પેવેલિયનમાં ૨૦૧૯ માં તેના ફોટાનું અનાવરણ કર્યું હતું.
તેમની ક્રિકેટ કારકિર્દી ઉપરાંત, એલીને બીજો વિશ્વયુદ્ધ દરમિયાન એમઆઇ- ૬ સિક્રેટ ઈન્ટેલિજન્સ સર્વિસ માટે પણ કામ કર્યું હતું. “તેમના આંતરરાષ્ટ્રીય ડેબ્યીએ ૮૦ વર્ષ પછી, એશે ૨૦૧૭ આઇસીસી મહિલા વિશ્વ કપ ફાઇનલમાં ઈંગ્લેન્ડની મહિલાની યાદગાર જીત પહેલા લોર્ડ્સમાં ઘંટડી વગાડી. બે વર્ષ પછી, ૨૦૧૯ માં, એશનાં પોટ્રેટનું અનાવરણ કરવામાં આવ્યું. ક્રિકેટ હોમ, જે મેદાન પર તેણીને આજીવન માનદ સ્ઝ્રઝ્ર સભ્યપદ આપવામાં આવ્યું હતું. તેમણે ૯૮ વર્ષની વય સુધી ગોલ્ફ રમ્યુ હતુ અને ૨૦૧૭ માં, ૧૦૫ વર્ષની વયે, તેણીએ વર્તમાન ઈંગ્લેન્ડની મહિલા કેપ્ટન હીથર નાઈટ સાથે યોગ સત્રમાં અસાધારણ પદાર્પણ કર્યું હતું.