ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિશ્વની સૌથી મોટી ઓનલાઇન ગુજરાત સ્ટેમ ક્વિઝ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ તા. ૨ થી ૫ ડિસેમ્બર દરમિયાન યોજાશે. અમરેલી જિલ્લાના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈને રૂ. ૨ કરોડના ઇનામ જીતી શકે છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમના મોબાઇલ નંબર પર મળેલી લિંક પર ક્લિક કરીને ક્વિઝ આપી શકે છે. ક્વિઝ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા આવે તો વિદ્યાર્થીઓ નજીકના નોડલ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ અમરેલી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનો સંપર્ક કરી શકે છે.