આખી દુનિયા ગ્લોબલ વા‹મગ અને જળવાયુ પરિવર્તનથી પરેશાન છે અને જળવાયુ પરિવર્તન પાછળનુ સૌથી મોટુ કારણ પ્રદૂષણ જ છે. વિશ્વની સરકારો હજુ પણ જળવાયુ પરિવર્તનને રોકવા અને પ્રદૂષણને નિયંત્રિતત કરવા માટે એ પગલાં નથી લઈ રહી જેની કડકપણે જરુર છે. આ દરમિયાન વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જોહેર કરવામાં આવી છે જેમાં ત્રણ ભારતીય શહેરોના નામ પણ છે.
દિલ્લીમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તર, આસપાસના રાજ્યોમાં ખેતરની આગમાંથી નીકળતા ધૂમાડાએ ખતરનાક સ્થિતિ બનાવી દીધી છે. શહેરના સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતતો જેવા ગાડીઓમાંથી નીકળતા ધૂમાડાના કારણે, સ્વાસ્થ્ય સંબંધી ઈમરજન્સીની ચિંતા પેદા થઈ ગઈ છે. આ દરમિયાન સ્વીત્ઝરલેન્ડ સ્થિત જળવાયુ સમૂહ આઈક્યુએરની વાયુ ગુણવત્તા અને પ્રદૂષણ શહેર ટ્રેકિંગ સેવા, જે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનુ એક ટેકનોલાજિકલ ભાગીદાર પણ છે તેના રિપોર્ટમાં વિશ્વના ૧૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોને પણ શામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ શહેરોમાં વાયુ પ્રદૂષણનુ સ્તર ખતરનાક સ્તરથી પણ વધુ સુધી પહોંચી ગયુ છે.
સૌથી ખતરનાક વાત એ છે કે વિશ્વના સૌથી વધુ પ્રદૂશિત શહેરોની યાદીમાં ભારતની રાજધાની દિલ્લીને મોખરે રાખવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે દિલ્લીની હવા દરેક ખતરનાક લેવલને પાર કરી ચૂકી છે. દિલ્લીની એર ક્વાલિટી ઈંડેક્સ ૫૫૬ નોંધવામાં આવ્યો છે જે વિશ્વમાં સૌથી વધુ છે. વળી, ભારતના બાકી બે શહેરોની વાત કરીએ તો પહેલા નંબરે રાજધાની દિલ્લી બાદ ચોથા નંબરે એક સમયે ભારતની આર્થિક રાજધાની રહેલી કોલકત્તાનુ નામ છે. જેની એર ક્વાલિટી ઈંડેક્સ ૧૭૭ છે. જ્યારે આ યાદીમાં મુંબઈ છઠ્ઠા નંબરે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે સૌથી વધુ ખરાબ એર ક્વાલિટી ઈંડેક્સમાં દિલ્લી પછી પાકિસ્તાનનુ લાહોર શહેર અને ચીનનુ ચેંગદૂ શહેર શામેલ છે.
એર ક્વાલિટી ઈંડેક્સ મુજબ દિલ્લી પહેલા નંબરે-૫૫૬, પછી લાહોર – ૩૫૪, સોફિયા(બુલ્ગેરિયા ૧૭૮), કોલકત્તા(૧૭૭), જગરેબ(ક્રોએશિયા ૧૭૩), મુંબઈ – ૧૬૯, બેલગ્રેડ, સર્બિયા – ૧૬૫, ચેંગદૂ – ચીન ૪૬૫, સ્કોપ્જે, ઉત્તર મેસેડોનિયા(એક્યુઆઈ – ૧૬૪ અને દસમાં નંબરે ક્રાકો, પોલેન્ડ(એક્યુઆઈ – ૧૬૦) શહેર શામેલ છે. ખાસ વાત એ છે કે ઈÂન્ડયન ઈન્સ્ટીટ્યુટ આૅફ ટ્રાપિકલ મેટ્રોલાજીની ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જે દિલ્લીની એર ક્વાલિટી માટે પૂર્વાનુમાન વ્યક્ત કરે છે અને પ્રદૂષણના કારણો અને ઘટકોની ઓળખ કરે છે, તેણે કહ્યુ કે શુક્રવારે દિલ્લીમાં વધતા પ્રદૂષણ માટે પડોશી શહેર જેવા જે જઝ્ઝર, ગુરુગ્રામ, બાગપત, ગાઝિયાબાદ અને સોનીપત પણ જવાબદાર છે અને આ જગ્યાઓથી પણ રાજધાની દિલ્લીમાં પ્રદૂષણ પહોંચ્યુ છે.
ડિસિઝન સપોર્ટ સિસ્ટમના વિશ્લેષણ રિપોર્ટથી જોણવા મળ્યુ છે કે શુક્રવારે, ધાનના ઘાસની આગે દિલ્લીના પીએમ ૨.૫(૨.૫ માઈક્રોમીટરથી ઓછા વ્યાસસવાળા અલ્ટ્રાફાઈન પાર્ટિકુલેટ મેટર)માં ૧૫ ટકાનુ યોગદાન આપ્યુ છે. વળી, સ્થાનિક વાહનોથી થતા ઉત્સર્જનમાં ૨૫ ટકાની ભાગીદારી હતી. ઘરોમાંથી થતાં ઉત્સર્જનમાં ૭ ટકાનુ યોગદાન હતુ. દિલ્લી અને તેના પરિઘમાં કણોના સ્તર અને ઉદ્યોગના ટકા શહેરના પ્રદૂષણ પ્રોફાઈલના ૯-૧૦ ટકા છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના વાયુ ગુણવત્તા નિરીક્ષણ કેન્દ્રએ કહ્યુ કે સૂકા ઘાસની આગથી શુક્રવારે હવામાં ઓછામાં ઓછુ ૩૫ ટકા પ્રદૂષક જોવા મળ્યુ.