અમેરિકામાં બેબી ફામ્યુલા એટલે કે બાળકો માટે દૂધ અને બીજા બેબી ફૂડની ભારે તંગી ઊભી થઈ છે. માલ્સ અને અન્ય સ્ટોર્સના બેબી ફૂડ અને બેબી ફામ્યુલાના રૈક ખાલી પડ્યા છે. સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે બેબી ફૂડનું ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રપતિ જા બાઇડને એક પખવાડિયા પહેલા જ રક્ષા ઉત્પાદન અધિનિયમ લાગુ કર્યો.
તેઓએ બેબી ફૂડ ઉત્પાદકો તથા અન્ય ભાગીદારોની સાથે ઇમરજન્સી બેઠક કરી. બેબી ફામ્યુલાની આપૂર્તિ માટે યૂરોપિયન દેશોથી એરલિફ્ટ કરવાની પણ ઘોષણા કરવામાં આવી. જર્મની તથા અન્ય દેશોમાંથી બેબી ફામ્યુલાની ખેપ પહોંચી પણ રહી છે. તેમ
રવિયા છતાંય અછત હજુ પણ છે. તેના કારણે નવજાત બાળકોના માતા-પિતા પરેશાન છે.
આવા લોકો મજબૂરીમાં સોશિયલ મીડિયા પર જાઈને ઘરે બેબી ફાર્મૂલા તૈયાર કરી રહ્યા છે. કેટલીક મહિલાઓ જરૂરિયાતવાળા બાળકોને પોતાનું બ્રેસ્ટમિલ્ક વેચવાની રજૂઆત પણ કરી રહી છે. અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશોમાં એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફામ્યુલા મિલ્ક પીવડાવવામાં આવે છે.
અમેરિકાના ૧૧,૦૦૦ સ્ટોર્સ પર નજર રાખનારી રિસર્ચ ફર્મ ડેટાસેમ્બલી મુજબ દેશમાં ફાર્મૂલા મિલ્કની તંગી ગત વર્ષથી જ શરૂ થવા લાગી હતી. સપ્લાય ચેઇનની અડચણ અને બીજા અનેક કારણોથી આવું થયું. ગત મહિને સ્થિતિ વધારે વિકરાળ થઈ ગઈ, જ્યારે લોકોએ તેને સ્ટોક કરવાનું શરૂ કરી દીધું હતું. ૨૪ એપ્રિલે એવરેજ આઉટ ઓફ સ્ટોક રેટ ઉછળીને ૪૦% પહોંચી ગયો, જે થોડા સપ્તાહ પહેલા ૩૦% હતો.