આર્કેટિકના એક ભાગમાં રેકોર્ડતોડ સૌથી વધુ ૩૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધતા હવામાન વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો વિમાસણમાં પડયા છે. જા કે આ તાપમાન ગત જુન મહિનામાં જાવા મળ્યું હતું પરંતુ યુએનની વિશ્વ હવામાન સંસ્થાએ હવે તેની પુષ્ટી કરતા બરફ પિગળવાથી પૃથ્વીના વિનાશની આગાહી સાચી પડતી જણાય છે. આ તાપમાન સાઇબેરિયાના વર્ખોયાન્સ્કમાં જાવા મળ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ગરમીનો પારો સરેરાશ કરતા ૧૦ ડિગ્રી વધારે જાવા મળ્યો હતો.
પૃથ્વીના કોઇ પણ એક મોટા ભૂભાગમાં તાપમાનમાં વધઘટ થાય તેની અસર સમગ્ર પૃથ્વી પર થાય છે. આર્કેટિકમાં ગરમીનું આટલું ઉંચુ પ્રમાણ ખૂબ જાખમી છે. આર્કેટિકમાં વધતા જતા તાપમાનનું એક કારણ જંગલોમાં વધતી જતી આગ છે. આગના કારણે ધૂમાડાના વાદળો સતત છવાયેલા રહે છે જેનાથી ગરમીનું પ્રમાણ વધે છે. વર્ખોયાન્સ્ક આર્કેટિક સર્કલથી ૧૧૫ કિમી દૂર છે. આ સ્થળે હવામાન વિભાગનું કેન્દ્ર ૧૮૮૫થી કાર્યરત છે.
આર્કેટિકનું સરેરાશ તાપમાન વૈશ્વિકક તાપમાનથી સરેરાશ બે ગણું વધારે ગરમ થઇ રહયું છે. આર્કેટિકમાં કાર્બન રિચ પીટનો જમાવડો છે જે ઝડપથી આગ પકડે છે. તેની ગરમીથી આર્કેટિકની મોટા પડ તૂટી રહયા છે. ફર્મોફોસ્ટ પિગળવાથી સદીઓ જુના બેકટેરિયા અને વાયરસ બહાર આવવાની શકયતા છે. આમ જેના વિશે કયારેય વિચાર્યુ ન હતું એવી પરીÂસ્થતિનું નિર્માણ થઇ રહયું છે. દુનિયામાં વિશિષ્ટ ગણાતા પોલર બીયર એટલે કે ધુ્રવીય રીંછની પ્રજાતિ ખતમ થઇ જશે. જા કે એક માહિતી મુજબ માત્ર આર્કેટિક વિસ્તાર જ નહી ગત વર્ષ એન્ટાર્કટિકામાં આવેલા આર્જન્ટિનાના બેઝ પર ૧૮.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઇટલીના સાઇરાકસમાં ૪૮.૮ ડિગ્રી તાપમાનનો રેકોર્ડ થયો હતો.