વિશ્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોનો ઇન્ડેક્સ રિપોર્ટ થઇ ગયો છે. ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તેનો ગ્લોબલ લીવેબિલીટી ઇન્ડેક્સ જોહેર કરી દીધો છે. આ સર્વેઆ વિશ્વના ૧૭૩ થી વધુ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત માટે ખાસ વાત એ છે કે વિશ્વના શ્રેષ્ઠ રહેવા લાયક સ્થળોમાં ભારતના બે દેશો દિલ્હી અને મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના ગ્લોબલ લીવેબિલીટી ઇન્ડેક્સ ૨૦૨૨માં ભારતના બે શહેરો દિલ્હી અને મુંબઇનો સામેવશ કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં દિલ્હીને ૧૧૨મું સ્થાન મળ્યું છે, જયારે મુંબઈ ૧૧૭માં સ્થાને રહ્યું છે.
વિશ્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાનું વિયેના શહેર છે. વિશ્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોમાં ટોપ ૧૦ દેશોની યાદી ઓસ્ટ્રેલિયાના ૩, કેનેડાના ૩, ડેનમાર્ક, સ્વીત્ઝર્લેન્ડ, જર્મની, નેધરલેન્ડ અને જોપાનના ૧-૧ શહેરોનો સમાવેશ થયો છે. આ ૧૦ શહેરોની યાદી આ પ્રમાણે છે: ૧)વિયેના, ઓસ્ટ્રેલિયા,૨) કોપનહેગ, ડેનમાર્ક,૩)જ્યૂરિખ, સ્વીત્ઝર્લેન્ડ,૪)કેલગરી, કેનેડા,૫)વેંકઓવર, કેનેડા,૬)જીનીવા, ઓસ્ટ્રેલિયા,૭) ફ્રેન્કફૂર્ટ, જર્મની,૮) ટોરન્ટો, કેનેડા,૯) એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ,૧૦) મેલબોર્ન ઓસ્ટ્રેલિયા અને ઓસાકા, જોપાન.
વિશ્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોની યાદીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની વૈશ્વિક ‘બેઇજ્જતી’ થઇ છે. આ યાદીમાં પાકિસ્તાનનું કરાચી શહેર અને બાંગલાદેશનું ઢાંકા શહેર વિશ્વના શ્રેષ્ઠ રહેવા લાયક સ્થળોમાં સૌથી નીચે છે, એટલે કે આ બે શહેરો રહેવા લાયક નથી. ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી યુક્રેનની રાજધાની કિવ આ યાદીમાં સ્થાન મેળવી શક્યું નથી. જ્યારે, મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ જેવા રશિયન શહેરોની રેન્કિંગ પણ સેન્સરશિપ અને દેશ પર પશ્ચિમી પ્રતિબંધોને કારણે નીચે આવી છે.