અમરેલી શહેરનાં આંગણે એક વિશિષ્ટ પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. જેમાં અમરેલીનાં વતની અને હાલ બાબરા મુકામે રહેતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક અને જાણીતા કવિ-લેખક ડો. પ્રકાશ દવેનાં પુત્રી કું. વિભૂતિ દવેનાં આગામી તા.૧૩ ને સોમવારના રોજ લગ્ન યોજાવાના છે. તથા એજ દિવસે લગ્નવિધિ પહેલા કું. વિભૂતિ દવેની પ્રથમ અંગ્રેજી ભાષામાં નવલકથા ‘ફ્રેન્ડશીપઃ અ હોલી રિલેશન’ પુસ્તકનું વિમોચન થનાર છે. ત્યારે લેખકના પરિણય પહેલા સ્વહસ્તે લખવામાં આવેલ પુસ્તકનું પ્રકાશન થવાની ઘટના સંભવતઃ પ્રથમવાર બનવા જઈ રહી છે. નોશનપ્રેસ પબ્લિકેશન દ્વારા આ નવલકથા પ્રકાશિત કરવામાં આવનાર છે. જે નવલકથા એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત નોશનપ્રેસ સ્ટોર પરથી મેળવી શકાશે.