અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાના જન્મદિવસ નિમિત્તે ચિત્તલ ગામે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઇ પાથર, અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ, હિરેનભાઈ ચાવડા, સામાજિક કાર્યકર રાજુભાઈ ધાનાણી અને પ્રવીણભાઈ તેરવાડીયા દ્વારા ચિત્તલ તાલુકા શાળાના ૧૬૮ બાળકોને કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે શાળા કીટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે ચિત્તલ ગુરુકુળના કોઠારી મદનમોહન સ્વામી, અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, ચેતનભાઈ ધાનાણી, કાળુભાઈ વાળા, વનરાજભાઈ કોઠીવાળ, દિલાભાઈ વાળા, શિવમ સ્કૂલના સંચાલક રમેશભાઈ માંગરોળીયા, ચિત્તલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા, રાજકીય કાર્યકર રંજનબેન ડાભી, અમરેલી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન બાબરીયા સહિત અનેક અગ્રણીઓ અને શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. દેવરાજીયા ગામે આંગણવાડીમાં તેમજ બાબાપુરમાં બાળઘર ખાતે બાળકોને સ્કૂલબેગનું વિતરણ, સિવિલ હોસ્પિટલમાં એચઆઈવીગ્રસ્ત બાળકોને સ્કૂલકીટનું વિતરણ, મણીનગર માનસિક વિકાસ કેન્દ્રમાં બાળકોને સ્કૂલબેગનું વિતરણ તેમજ ભોજન સમારંભ, મોટી કુંકાવાવ ખાતે બાળકોને સ્કૂલકીટ, દવાખાનામાં ફ્રુટ વિતરણ, પછાત વિસ્તારમાં બાળકોને કપડા-ચપ્પલ વિતરણ, અમરેલી મહિલા વિકાસ ગૃહમાં બાળાઓને પુસ્તક વિતરણ તેમજ ધો.૧૦ અને ૧રના પ્રથમ ત્રણ ટોપર્સ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, બહેરા-મૂંગા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાળીયા ગામે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેસીંગપરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. અમરેલીમાં આવેલા કર્તવ્યમ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પમાં ભાજપ કાર્યકરો અને શહેરીજનોએ મોટી સંખ્યામાં રકતદાન કરી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના જન્મદિનની ઉજવણી કરી હતી.