જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ એમ મુખ્ય ત્રણ કામગીરી કરે છે. જેમાં સંશોધનની કામગીરી ખૂબ જ લાંબાગાળાની અને ખેડૂત ઉપયોગી છે. આ કેન્દ્ર ખાતે તેલીબિયાના પાક જેવા કે તલ, મગફળી, દિવેલા, કપાસ અને સોયાબીન પર સંશોધન થાય છે. આ કેન્દ્ર દ્વારા તલમાં કુલ ૦૭ જાતો, દેશી કપાસમાં ૦૩ જાતો, સોયાબીનમાં ૦૪ અને સૂર્યમુખીમાં ૦૧ જાતો આપવામાં આવી છે. તાજેતરમાં સોયાબીન પાકમાં થઈ રહેલ સંશોધનના મોનીટરીંગ માટે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ઓઈલસીડ રિસર્ચ, હૈદરાબાદના ડાયરેકટર ડો. આર.કે. માથુર અને પંજાબ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. બી.એસ. ગીલે પણ મુલાકાત લીધી હતી.