૧. કેરી (આંબો)
♦ સામાન્ય રીતે આંબામાં ભેટ કલમ અને નૂતન કલમ કરવામાં આવે છે.
♦ જેમાં વ્યાપારીક આંબાનું વાવેતર ભેટ કલમો દ્વારા કરવાનું પ્રચલીત છે.
♦ પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટÙનાં સુકા અને અર્ધસૂકા પ્રદેશોમાં ભેટ કલમો રોપીને આંબા ઉછેરવાનું કામ ઘણુ મુશ્કેલ છે. કારણ કે, ભેટ કલમ બનાવવા માટે મૂલકાંડ તરીકે વપરાતા દેશી આંબાના છોડ પ્રથમ જમીનમાં ઉછેરવામાં આવે છે અને તેમને કુંડામાં લીધા પછી તેમની ઉપર કલમ કરવામાં આવે છે. આંબાના છોડને ધોરીમૂળ હોય છે.
♦ ભેટ કલમ તૈયાર થઈને ખેડૂતો સુધી પહોંચે તે દરમ્યાન એક વર્ષ કરતાં વધુ સમય સુધી કુંડામાં રહેતી હોવાથી ધોરીમૂળને વિકસવવા માટે પૂરતી જગ્યા ન મળવાથી કલમનાં મૂળનું કુંડામાં ગુંચળું થઈ જાય છે. પરિણામે ખાસ કરીને એનું સૂકા અર્ધસૂકા વિસ્તારમાં રોપેલ ભેટ કલમોમાં લગભગ ૪૦ % જેટલું પ્રમાણ રહે છે.
♦ આ પ્રશ્નનાં નિવારણ માટે ખેતરમાં જે તે સ્થળે દેશી આંબાનાં રોપ ઉછેરી તેનાં પર ઇચ્છીત જાતની કલમ કરવાની નૂતન કલમ પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે.
૨. કેળ સામાન્ય રીતે કેળનું સંવર્ધન સક્કર કે જે મુખ્ય છોડની આસપાસ નાના છોડ ઉગે છે તેનાથી થાય છે.
ટીસ્યુકલ્ચર:
♦ આ એક અદ્યતન પદ્ધતિ છે.
♦ આ પદ્ધતિમાં છોડના નાના ભાગો જેમ કે કોષો અથવા પેશીઓને પ્રયોગશાળામાં નિયંત્રિત પરિસ્થિતિ ઉગાડવામાં આવે છે.
♦ આ પદ્ધતિ વડે મોટી સંખ્યાઓમાં રોપાઓ ઝડપથી ઉત્પાદિત કરી શકાય છે.
♦ વાયરસમુક્ત છોડ ઉત્પાદિત કરવા માટે પણ ઉપયોગી છે જે વધુને વધુ લોકપ્રિય બની રહેલ પદ્ધતિ છે.
♦ ટીસ્યુકલ્ચરથી તૈયાર થયેલ જાતો જેવી કે રોબસ્ટા, ગ્રાન્ડ નઈન, મહાલક્ષ્મી અને શ્રીમંથી ઉપલબ્ધ હોવાથી તેનું વાવેતર કરવાથી ઉત્પાદન ૧૫ થી ૨૦ ટકા જેટલું વધારે મળે છે.
૩. નાળિયેરી:
નાળિયેરીનું સંવર્ધન બીજ દ્વારા તેમજ પર પરાગનયનથી થતું હોય જેમાં ભિન્નતા ખૂબ જ જાવા મળે છે.
માન્યતા પ્રાપ્ત કરેલ નર્સરીમાં જુસ્સાદાર તંદુરસ્ત ૯ થી ૧૨ માસની ઉંમરના ૫ થી ૮ તંદુરસ્ત પાન સાથે એક થી બે ચિરાયેલા પાન તેમજ થડનો ઘેરાવો ધરાવતા અને રોગ જીવાત મુક્ત રોપા વાવેતર માટે પસંદ કરવા.
૪. જામફળ:
♦ જામફળમાં પ્રસર્જન બીજ અને વાનસ્પતિક એમ બે રીતે કરવામાં આવે છે.
♦ સામાન્ય રીતે બીજમાંથી ઉછેરવાની પ્રસર્જન પદ્ધતિ ઘણી સરળ અને સસ્તી છે. પરંતુ આ રીતે તૈયાર કરેલ છોડમાં ઘણી ભિન્નતા જાવા મળે છે અને ફળ મોડા આવે છે.
♦ સારી ગુણવત્તાવાળા,:
માતૃત્વના ગુણધર્મ ધરાવતા, વધુ તથા વહેલું ઉત્પાદન મેળવવા માટે વાનસ્પતિક પ્રસર્જનથી તૈયાર કરેલ કલમનું વાવેતર કરવું હિતાવહ છે.
♦ જામફળમાં વાનસ્પતિક પ્રસર્જન ભેટ કલમ, ગુટી કલમ, દાબ (જમીન દાબ કલમ) માં વિશેષ સફળતા મળે છે જેથી ગુટી કલમથી પ્રસર્જન કરવું હિતાવહ છે અને એવી કલમ વાવેતર માટે પસંદ કરવી જોઈએ.
૫. લીંબુ
♦ લીંબુનું વાવેતર બીજ, ગુટી કલમ, દાબ કલમ તથા આંખ કલમથી કરી શકાય છે
♦ પરંતુ બીજમાંથી રોપા તૈયાર કરી વાવેતરમાં ઉપયોગ કરવો જે સર્વ સામાન્ય ભલામણ છે કારણ કે બીજ બહુભ્રુણીય છે.
♦ આવા બીજમાંથી તૈયાર કરેલ રોપા માતૃ છોડ જેવા જ ગુણધર્મો ધરાવે છે
♦ તેમજ કલમો કરતા આવા રોપા વધારે જુસ્સાદાર અને વધારે આયુષ્ય ધરાવતા હોવાનું સંશોધનના તારણો પરથી જણાયેલ છે.
૬. પપૈયા
♦ પપૈયાની ખેતી માટે બીજથી છોડ તૈયાર કરવામાં આવે છે.
♦ પાક પર પરાગીત હોવાના કારણે શુદ્ધ બીજ જાતે ઉત્પન્ન કરી લેવું જોઈએ.
♦ આ માટે પપૈયાને કોઈ સારી વાડીમાં જેનું ઉત્પાદન સારું હોય, ફળ થડ પર નીચેના ભાગથી બેસતા હોય, ખાવામાં મીઠા હોય તેવા છોડ પરથી પસંદ કરેલ ફળોના બીજ એકઠા કરી તેને રાખમાં ભેળવી સવારના સૂર્યના તાપમા સુકવવા.
♦ બીજને વનસ્પતિજન્ય દવાનો પટ પણ આપવો અને હવાચુસ્ત ડબ્બામાં ભરી સંગ્રહ કરવો. એક જ માસમાં બીજનો વાવેતરમાં ઉપયોગ કરી લેવો.
♦ માંધુબિંદુ અને જીજેપી-૧ ખુબ પ્રચલિત જાતો છે.
♦ જેમાં નર અને માદા ફૂલો છોડ પર અલગ-અલગ આવે છે જેથી ૧૦ઃ૧ નો ગુણોત્તર જાળવવો.
ધરૂ તૈયાર કરવાની રીતઃ
♦ એક હેક્ટર માટે ૩૫૦ થી ૪૦૦ ગ્રામ બીજ પૂરતા છે
♦ ધરું ઉછેર ગાદી ક્્યારા અથવા ૧૦ ટ ૧૫ સે.મી. ૧૫૦ ગેજની પ્લાસ્ટી બેગમાં કરી શકાય.
♦ ધરું ઉછેર માટે ૩ મીટર લાંબા અને ૧.૨ મીટર પહોળા ૧૫ સે.મી. ઊંચા ગાદી ક્યારા ક્યારા તૈયાર કરવા. આ ક્્યારામાં ચોમાસાની શરૂઆતમાં બે હાર વચ્ચે ૧૫ સે.મી. અંતરે બીજ વાવી દેવા.
♦ બીજ વાવ્યા બાદ માટી અને છાણિયા ખાતરના મિશ્રણ વડે પૂરી દઈને તરત જ ઝારા વડે પાણી આપવું. બીજ ૧૫ થી ૨૦ દિવસ બાદ ઉગી જાય છે. વાવવા માટે તાજા બીજ વાપરવા.
♦ અંદાજે ૪ થી ૬ પાન ધરાવતા અને ૨૦ સે.મી. ઊંચા અને ૬ અઠવાડિયાની ઉંમરવાળા છોડ ખેતરમાં રોપવા લાયક ગણાય છે.