બેંગ્લુરૂમાં વિપક્ષની બે દિવસીય બેઠક પુરી થયા બાદ અહી ભાજપ સહિત એનડીએમાં સામેલ ૩૯ પક્ષોની બેઠક મળી હતી જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
એનડીએના જુના સહયોગીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ થઇ ગયા હતાં તેમાં કર્ણાટકમાં જનતા દળ (યુનાઇટેડ), મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની શિવસેનાનો સમાવેશ થાય છે.જા કે એકનાથ શિંદેની શિવસેના અજિત પવારની આગેવાનીવાળી એનસીપી ઉતરપ્રદેશમાં ઓપી રાજભરની સુભાસ્પા,બિહારમાં જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.એકનાથ શિંદે અને અજિત પવારે પહેલીવાર મહારાષ્ટ્રમાંથી એનડીએની બેઠકમાં ભાગ લીધો હતો કુલ ૩૮ પાર્ટીઓના નેતાઓ ભાગ લીધો હતો.
એનડીએની ૩૮ પક્ષોની બેઠક તે સમયે ચર્ચામાં આવી કે જયારે બેઠક શરૂ થતાં પહેલા જ પીએમ મોદી અને ચિરાગ પાસવાનની એક વીડિયો ચર્ચામાં છવાઇ ગઇ આ વીડિયોમાં એનડીએના સાથી પક્ષના નેતાઓ વચ્ચે ઉભેલા ચિરાગ પાસવાનને વડાપ્રધાન મોદીએ પોતાની પાસે બોલાવ્યા અને ત્યારબાદ તેને ગળે લગાવી લીધો અને પીઠ થાબડી હતી ત્યારબાદ ચિરાગ પાસવાને વડાપ્રધાન મોદીના પગે પડી આશીર્વાદ લીધા હતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રની સત્તાધારી ગઠબંધન સમયના પડકારો પર ખરી ઉતરી છે જે રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા ઇચ્છે છે અને ક્ષેત્રીય આકાંક્ષાઓને પુરી કરવા ઇચ્છે છે મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન એનડીએની આ રીતની આ પહેલી બેઠક છે.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે એનડીએનું ગઠબંધન ભારતને મજબુત કરવા માટે છે જયારે યુપીએ નેતૃત્વહીન અને નીતિહીન છે.આ ફોટા પડાવવા માટે સારૂ છે.મોદી સરકારની યોજનાઓ, નીતિઓના સકારાત્મક પ્રભાવના કારણે એનડીએના સાથી પક્ષ ઉત્સાહિત છે. જા કે ભાજપના સૌથી જુના સાથી રહેલ અકાલીની સાથે જ ટીડીપી એનડીએ બેઠકમાં આવ્યા ન હતાં
વડાપ્રધાન જયારે બેઠકમાં સામેલ થવા માટે ધ અશોકા હોટલ પહોંચ્યા ત્યારે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, હિન્દુસ્તાની અવામ મોરચો (સેકયુલર)ના જીતન રામ માંઝી,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઓલ ઇન્ડીયા અન્ના દ્વવિડ મુનેત્ર કષગમશ (અન્નાડીએમકે)ના ઇ પલાનીસ્વામી સહિત કેટલાક અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન એનડીએના નેતાઓ દ્વારા વડાપ્રધાન મોદીને હાર પહેરાવવામાં આવ્યો હતો.આ બેઠકમાં અમિત શાહ,ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના સંસ્થાપક સંજય નિષાદ પણ હાજર રહ્યાં હતાં આ બેઠકમાં દેશમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે થઇ હતી આસામ ગણ પરિષદના પ્રમુખ અતુલ બોરાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત નવ વર્ષથી વિકાસ કાર્યોને આગળ લઇ જઇ રહ્યાં છે જે એક જબરજસ્ત છે સમગ્ર દેશમાં હવા એનડીએની સાથે છે.
ભાજપ માટે ગઠબંધનનો વિસ્તાર કરવો ફતત સત્તા બચાવવા સુધી સીમિત નથી મોદી ચોક્કસ રીતે પાર્ટી અને ગઠબંધન બંન્નેનો ચહેરો છે તેમના નેતૃત્વમાં પાર્ટી અને ગઠબંધન બંન્ને સાથે મળી કામ કરી શકે છે કારણ કે બંન્નેને ખબર છે કે મોદી જ તેમની શક્તિ છે. તેમના વિના તેમનું ભવિષ્ય અનિશ્ચિત હશે ભાજપ માટે ૨૦૨૪માં સત્તા યથાવત રાખવી ખુબ મહત્વપૂર્ણ છે તેને વધુ મજબુતી મળશે એટલું જ નહીં તેનાથી પણ વધુ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ૨૦૦૪ની જેમ અપ્રત્યેક્ષ રીતે સત્તાથી બહાર થવા પર ભાજપનો હિન્દુત્વનો એજન્ડા પણ પાટા પરથી ઉતરી જશે
રાષ્ટ્રીય લોક જનતા દળના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે અમે એનડીએમાં સામેલ થઇ ગયા છીએ વડાપ્રધાન મોદીનો કોઇ વિકલ્પ નથી અમે સાથે મળી ચુંટણી લડીશું અને ૨૦૨૪માં સરકાર બનાવીશુ લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ પાસવાન પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે એનડીએમાં બધુ બરાબર છે.લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી અમારી કેટલીક ચિંતા હતી અને તેના પર ખુબ સદ્ભાવપૂર્ણ અને સકારાત્મક રીતે ચર્ચા થઇ એક સમજૂતિ થઇ.અમારૂ લક્ષ્ય ૨૦૨૪ની લોકસભા અને ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચુંટણી છે હું હાજીપુરથી ચુંટણી લડીશ જા કે તેમના કાકા અને વર્તમાન સાંસદ અને આરએલજેપી પ્રમુખ પશુપતિ કુમાર પારસે કહ્યું કે હાજીપુરથી ચુંટણી લડવાનો ચિરાગનો દાવો નિરાધાર છે હું સલાહ આપીશ કે ચિરાગ આમ ન કરે લોકોની સાથે વિશ્વાસધાત ન કરે